gyan-sadhana-scholarship-yojana

Gyan Sadhana Scholarship Yojana 2024: ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ

4.3
(46)

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માં સરકારી શાળામાં અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે શરૂ કરાયેલ છે. આ યોજનાની અંતર્ગત, ધોરણ 8 પાસ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ લેખમાં, અમે સ્કોલરશીપના ફાયદા, અરજી પ્રક્રિયા, લાયકાત માપદંડ અને જરૂરી દસ્તાવેજો વિશે વિગતવાર ચર્ચા કરીશું. આશા છે કે તમે આ લેખને અંત સુધી વાંચશો અને માહિતી લાભપ્રદ બનશે.

Gyan Sadhana Scholarship Yojana માં અરજી કરવાની પ્રક્રિયા

Gyan Sadhana Scholarship Yojana માં તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અહીં નીચે આ પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો આપેલ છે.

સ્ટેપ 1 – સૌ પ્રથમ તમારે આ યોજનાની અધિકારીક વેબસાઈટ www.sebexam.org પર જવું પડશે.

સ્ટેપ 2 – વેબસાઈટના હોમપેજ પર Apply Online બટન પર ક્લિક કરો.

સ્ટેપ 3 – ત્યારબાદ, આ યોજનાના હોમપેજ પર Apply Online બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4 – વિધાર્થીનો 18 અંકનો ડાયસ નંબર દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5 – હવે ફોર્મ ખુલશે, જેમાં તમારે બધી વિગતો અને શાળાની વિગતો ભરવાની રહેશે. બાદમાં સબમિટ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 6 – હવે તમને તમારી અરજીનો નંબર મળશે, જે સાવધાને રાખવો.

સ્ટેપ 7 – નવું પેજ ખુલશે, જેમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો, વિધાર્થીના સહીનો ફોટો અને આવકનો દાખલો અપલોડ કરવો. (ફોટો અને સહીની ફાઇલની સાઈઝ 15 KB કરતાં ઓછી હોવી જોઈએ.)

સ્ટેપ 8 – Upload Photo/Signature પર ક્લિક કરો.

સ્ટેપ 9 – અગાઉ મળેલ Application નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 10 – નવું પેજ ખુલશે, જેમાં તમારે આવકનો દાખલો, ફોટો અને સહી અપલોડ કરવી.

સ્ટેપ 11 – વિદ્યાર્થીઓની બધી વિગતો આપમેળે ફોર્મમાં ભરી જશે. જો બધી વિગતો સાચી હોય તો Confirm બટન પર ક્લિક કરો.

સ્ટેપ 12 – અરજી ફોર્મ કન્ફર્મ કર્યા પછી, તમારે આ અરજીનો પ્રિન્ટ કાઢવો. આ માટે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી ફોર્મ ડાઉનલોડ કરો અને સાવધાને રાખો.

આ રીતે, તમે સરળતાથી Gyan Sadhana Scholarship Yojana માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

આ પણ વાંચો:-

કસોટીમાં બેસવા માટેની પાત્રતા:

a) સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ સુધી સતત અભ્યાસ કર્યો હોય અને હાલ ધોરણ-૮ માં અભ્યાસ કરતા હોય કે તે પાસ કર્યા હોય,
અથવા
b) આરટીઈ એક્ટ ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫% મર્યાદા હેઠળ ધોરણ-૧ માં પ્રવેશ મેળવ્યો હોય અને હાલ ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે તે પાસ થયા હોય,
c) ઉપરોક્ત (a) અને (b)ના બંને કિસ્સાઓમાં, જેના વાલીઓની આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિર્ધારિત આવક મર્યાદા કરતાં વધુ ન હોય. જેની હાલની મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) છે.

પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ (Multiple Choice Question-MCQ Based) સ્વરૂપની રહેશે અને તે વિવિધ હેતુલક્ષી પ્રશ્નો પર આધારિત હશે, જે વિદ્યાર્થીઓની વિવિધ કૌશલ્યો અને જ્ઞાનની ચકાસણી કરશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા

  • પ્રથમ, વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરીને અરજી કરવી પડશે. ત્યારબાદ, કસોટીના આધાર પર કટ-ઑફ મેરિટ પ્રમાણે પ્રોવિઝનલ પસંદગી યાદી જાહેર કરવામાં આવશે.
  • પછી, જિલ્લા સ્તરે ડોકયુમેન્ટ ચકાસણી પ્રક્રિયા કરવામાં આવે છે.
  • અંતે, ફાઈનલ મેરિટ લિસ્ટ અને સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો:- Smartphone Sahay Yojana: સ્માર્ટફોન સહાય યોજના 2024 (6000 રૂપિયાની સહાય મેળવો)

FAQs: વારંવાર પૂછાતા પ્રશ્નો

Q1. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં કેટલી સહાય ઉપલબ્ધ છે?

જવાબ: ધોરણ 8 પૂર્ણ કર્યા પછી વિધાર્થીઓને ધોરણ 9 અને 10 માટે પ્રાઈવેટ શાળામાં ભણવા માટે વાર્ષિક રૂ. 20,000ની સ્કોલરશીપ આપવામાં આવે છે. તેમજ ધોરણ 9 અને 10 પૂર્ણ કર્યા બાદ ધોરણ 11 અને 12 માટે પ્રાઈવેટ શાળામાં ભણવા માટે વાર્ષિક રૂ. 25,000ની સ્કોલરશીપ આપવામાં આવે છે.

Q2. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ કોને મળવો જોગવાઇ છે?

જવાબ: ગુજરાતના તેવા વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે જેમણે ધોરણ 1 થી 8 સુધી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હોય અથવા RTE હેઠળ 1 થી 8 ધોરણ સુધી પ્રાઈવેટ શાળામાં ભણ્યા હોય.

Q3. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં અરજી કરવા માટેની વેબસાઇટ કઈ છે?

જવાબ: આ યોજનામાં અરજી કરવા માટેની વેબસાઇટ છે: www.sebexam.org

Q4. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટેની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?

જવાબ: તે વિધાર્થીઓ જેમના પરિવારનું નિવાસ શહેરી વિસ્તારમાં છે, તેમની કુટુંબની વાર્ષિક આવક 1,50,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અને તે વિધાર્થીઓ જેમના પરિવારનું નિવાસ ગ્રામિણ વિસ્તારમાં છે, તેમની કુટુંબની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.3 / 5. Vote count: 46

No votes so far! Be the first to rate this post.

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *