શું રજાઓમાં ગુજરાતમાં જ ફરવાનું સ્થળ શોધી રહ્યા છો? જાણો સુરતથી માત્ર 55KM દૂર આવેલા બણભા ડુંગરનો ઇતિહાસ
સુરત જિલ્લાના માંગરોળમાં આવેલું બણભા ડુંગર હાલમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. સુરતથી માત્ર 55 કિ.મી. અંતરે સ્થિત આ સ્થળ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો પ્રવાહ જોવા મળે છે. વાંકલ રેન્જમાં આવેલું આ બણભા ડુંગર આદિવાસી સમાજ માટે શ્રદ્ધા અને ધાર્મિક માન્યતાનું કેન્દ્ર છે. ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા આ સ્થળને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે.
આ સ્થળ આજુબાજુના વિસ્તારોમાં જાણીતું અને લોકપ્રિય બન્યું છે. સુરત, ભરૂચ અને મહારાષ્ટ્રથી પ્રવાસીઓ અહીં આવવા માટે ઉમટી પડે છે.
આ સ્થળના વિકાસ માટે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. ડુંગર પર ચઢવા માટે પ્રવાસન વિભાગે 400 જેટલા પગથિયા બનાવ્યા છે.
બણભા ડુંગરનો ઇતિહાસ
કહેવાય છે કે પૌરાણીક કાળમાં અહીં બણભા દાદાનું નિવાસ હતું. માંગરોળના ઇશનપુર અને કંટવાવ ગામની નજીક આવેલા ભીલોડિયો ડુંગર, અને માંડવીના પીપલવાડા નજીક આવેલો આહીજો ડુંગર પણ બણભા દાદાના ભાઈ તરીકે ઓળખાય છે. બણભા ડુંગરની આજુબાજુના નાના ડુંગરો એમના ભાઈ-બહેન ગણાય છે. બણભા ડુંગરની ઉત્તર દિશામાં આવેલો હુમાલીનો ડુંગર તેમની બહેન ગણાય છે. તે વધતા જતા ઊંચાઈ ધરાવતો હોવાથી દાદાએ તેના ઉપર પથ્થર મૂકી એના વિકાસને રોક્યો હતો. આજ સુધી એ પથ્થર ત્યાં જ જોવા મળે છે. બણભા દાદાની ખેતીની વાડી હતી જ્યાં તેઓ શાકભાજી અને અનાજ ઉગાડતા હતા. તેમના ઘોડા ચરાવવા જે સ્થળે જતાં તેને આજે ઘોડબાર ગામ તરીકે ઓળખાય છે. દાદાના પૂર્વ દિશામાં આવેલા ડુંગરને લાડડિયો ડુંગર કહેવામાં આવે છે. લાડ (છાણ) નાંખવાના કારણસર આ નામ પ્રચલિત થયું. રટોટી ગામમાં વેરાકુઈ તરફ જતાં નાની ટેકરીને મીઠાડોંગરી તરીકે પૂજવામાં આવે છે, જે દાદાની બહેન માનવામાં આવે છે. દેવમોગરા માતા પણ દાદાની બહેન ગણાય છે.
બણભા ડુંગરની ટોચ પર ગુફા છે જેમાં મોટું ભેખડ જોવા મળે છે. માન્યતા છે કે આ ગુફામાં અમુક વિશેષ લોકો જ પ્રવેશ કરી શકતા હોય છે. ગુફાની નીચે ઝરણું છે જેને જળદેવીના રૂપમાં પૂજવામાં આવે છે. અહીં પાણી પીવા પહેલા પૂજા કરવી પડે છે. ડુંગરની સામે કસોટિયો ટેકરી છે જ્યાં દાદાની ધોતી સૂકવવામાં આવતી હતી. ડુંગરની પાછળના ભાગમાં આવેલા ઝરણામાંથી આદિવાસીનું ખાવાનું ભડકું નીકળતું હતું, જે પછીથી બંધ થઈ ગયું તે અંગે લોકવાયકા છે.
ચલમનો કાંકરો થયો ડુંગર
અગાઉના કાળમાં બણભા ડુંગર પર પૌરાણિક કાળમાં બણભાદાદાનો પરિવાર વસતો હતો. માંગરોળ તાલુકાનું ઇસનપુર અને કંટવાવ ગામની નજીક આવેલો ભીલોડીયો ડુંગર, માંડવી તાલુકાના પીપલવાળા પાસેનો આહિજો ડુંગર અને બણભા ડુંગરના નજીકના નાના ડુંગરો તેમના ભાઈ બહેન તરીકે ઓળખાય છે. બણભા ડુંગરની ઉત્તર તરફ આવેલા હુમાલી ડુંગરની ઊંચાઈ વધુ હતી, તેથી દાદાએ તેના પર ચલમનો કાંકરો મૂકી તેની ઊંચાઈનો નિશાન રાખી દીધું, જે આજે પણ વિશાળ પથ્થરની રૂપમાં ઓળખાય છે.
બણભાદાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા
આસપાસના ગ્રામવાસીઓ બણભાદાદા પ્રત્યે અભૂતપૂર્વ શ્રદ્ધા ધરાવે છે. ઘરની કોઈ વિશેષ ઘડતર હોય કે ખેતીની શરૂઆત કરવી હોય ત્યારે દરેક ગ્રામવાસીઓ પહેલા બણભાદાદાના દર્શન કરવા જતાં રહે છે. પ્રસંગો પૂર્ણ થયા બાદ પણ ગ્રામવાસીઓનો આભાર માનવા અને કૃપા મેળવવા માટે બણભા ડુંગરની મુલાકાત લેવી જરૂરી માનવામાં આવે છે.
બહેનોએ સ્વરોજગારના માર્ગ પર
સુરત જિલ્લા ડી.એફ.ઓ. પુનિત નૈયરની સૂચના તથા સબ ડી.એફ.ઓ. એસ.સી.કોસાડા અને વાંકલ રેન્જ ઓફિસના માર્ગદર્શન હેઠળ અનેક કામગીરી કરવામાં આવી. સણધરા, રટોટી, ઓગણીસા ગ્રામ પંચાયતના સહકારથી વન્ય જીવસૃષ્ટિ અને જંગલનું સંરક્ષણ વધારવા તથા લોકસહકારથી રોજગારીના નવા રસ્તા ખુલ્લા કરવા તંત્ર દ્વારા મહેનત કરવામાં આવી છે. સ્વસહાય જૂથની બહેનોને આજીવિકા વધારવા દુકાનો પ્રદાન કરાઈ છે, જેનાથી બહેનો પોતાના જીવનયાપન માટે કમાણી કરી શકે છે.
ડુંગરની ઊંચાઈ 400 મીટર
સુરતથી 70 કિમી પૂર્વમાં આવેલો બણભા ડુંગર, તાપી નદીથી 12 કિમી અને માંડવીથી 22 કિમી અંતરે છે. માંગરોળથી 17 કિમીના અંતરે આવેલો અને વાંકલથી 6 કિમીના અંતરે આવેલો આ ડુંગર સુરત જિલ્લાનો સૌથી ઊંચો માનવામાં આવે છે. ડુંગરની અંદાજીત ઊંચાઈ 400 મીટર ગણાય છે.
વધુ વાંચો:
કચ્છ માં જોવાલાય 10થી વધુ સ્થળો, એકવાર અવશ્ય મુલાકાત લેજો (Best Places to Visit in Kachchh)