Kuvarbai nu Mameru Yojana 2024: સરકાર કન્યાને આપશે 12000 ની સહાય (Mangalsutra Yojana)
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે અનેક સાર્વજનિક યોજનાઓ અમલમાં છે. કુંવરબાઈનું મામેરું યોજના પણ આ કલ્યાણકારી યોજનાઓનો એક ભાગ છે. આ યોજના દ્વારા ગરીબ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે, જેથી તેઓ તેમના દીકરીઓના લગ્ન માટે સાયતાપૂર્ણ રીતે તૈયાર થઈ શકે.
આ યોજનાનો લાભ કન્યાઓને સીધા DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર) મારફતે એમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ એસ.સી વર્ગની કન્યાઓ, ઓ.બી.સી વર્ગની દીકરીઓ તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન પછી આ સહાય અપાય છે. આ યોજનામાં દરેક લાભાર્થી કન્યાને 12000/- રૂપિયા આપવાના છે.
ગુજરાત સરકારના ઇ-સામાજ કલ્યાણ પોર્ટલ મારફતે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ મેળવવામા આવે છે. આ યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન માટે 12,000/- રૂપિયાની સહાય પૂરી પાડે છે. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે e-સામાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. દુલ્હનની બેંક ખાતામાં રૂ.10000 ની સીધી સહાય જમા કરવામાં આવે છે.
કૂવરબાઈનું મામેરું યોજના 2024 – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | Gujarat Kuvarbai nu Mameru Yojana 2024 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો હેતુ | રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ |
અરજીનો પ્રકાર | Online |
સત્તાવાર વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
કુંવરબાઈનું મામેરું યોજના માટે પાત્રતા અને માપદંડ
મિત્રો, કુંવરબાઈનું મામેરું યોજના (Kunwarbai nu Mameru Yojana) માટે અરજી કરતા પહેલા, યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી છે.
પાત્રતા અને માપદંડ:
- સૌપ્રથમ, અરજી કરનાર ઉમેદવાર ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવો જોઈએ.
- આ યોજના અંતર્ગત સુવિધા અરજદાર તેની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
- કુંટુંબની બે પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
- કન્યાની ઉંમર લગ્ન સમયે ઓછામાં ઓછા ૧૮ વર્ષ હોવી જોઈએ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઈએ.
- ગ્રામીણ વિસ્તારમાં પરિવારે વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ, જ્યારે શહેરી વિસ્તારમાં આ મર્યાદા રૂ. 1,50,000 છે.
- કન્યાના પુન: લગ્ન પર આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર નથી.
- લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લાના કન્યાઓ આ યોજનાની સહાય માટે પાત્ર છે.
આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો
- કન્યાનું આધાર કાર્ડ
- કન્યાનું ચૂંટણીકાર્ડ
- કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
- કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
- કન્યાનું જાતિનો દાખલો
- કન્યા નો જાતિનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
- બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- કન્યાના પિતા/વાલીનું એકરારનામું
- કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
મળવાપાત્ર સહાય:
મંગળસૂત્ર યોજના (Mangalsutra Yojana) હેઠળ રાજ્ય સરકાર કન્યાઓને મામેરા માટે આર્થિક સહાય કરે છે.
- કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ. ૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
- ૧/૪/૨૦૨૧ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ. ૧૦૦૦૦/- ની સહાય મળશે.
મંગળસૂત્ર યોજના હેઠળ સહાય ચેક દ્વારા આપવામાં આવે છે, જે કન્યાના નામ પર જ આપવામાં આવશે.
Note:- આ યોજનાનો લાભ મેળવવા માટે યોગ્ય પ્રમાણપત્રો અને દસ્તાવેજો સાથે યોગ્ય સમીક્ષા કરીને અરજી કરવી જરૂરી છે.
કુંવરબાઈનુ મામેરુ યોજના માટે ઓનલાઇન અરજી કરવી માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી:
ગુજરાતના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો માટે, સરકારી કચેરીએ સહાય આપવા માટે ઓનલાઇન પોર્ટલની સુવિધા શરૂ કરી છે. કુવરબાઈ નુ મામેરુ યોજના (કુવરબાઈ નુ મામેરુ ફોર્મ) ના નાગરિકોને લાભ આપવા માટે તમારે સમાજ કલ્યાણ પોર્ટલ પર જાવું પડશે.
પગલું 1: આપે પ્રથમ Google સર્ચ પર જવા છે અને ‘e samaj kalyan portal’ લખવું છે. ગૂગલ સર્ચ રિઝલ્ટ્સ માં તમારે ઓફિશિયલ વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ મળશે.
પગલું 2: જો તમે પહેલાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર નોંધણી કરાવી નથી, તો “નવા વપરાશકર્તા” પર ક્લિક કરીને “કૃપા કરીને અહીં નોંધણી કરો” પર ક્લિક કરો અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
પગલું 3: તમારી સફળ નોંધણી પછી, લાભાર્થીએ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલમાં “નાગરિક લૉગિન” પર ક્લિક કરીને તેનું વ્યક્તિગત પૃષ્ઠ ખોલવાનું રહેશે.
પગલું 4: e samaj kalyan.gujarat.gov.in લોગિન લાભાર્થી દ્વારા નોંધાયેલ જાતિ અનુસાર યોજનાઓ બતાવશે.
પગલું 5: જેમાં તમારે કુવરબાઈ નુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
પગલું 6: કુવરબાઈ નુ મામેરુ યોજના (ગુજરાતમાં કુવરબાઈ નુ મામેરુ યોજના ફોર્મ) ની વિનંતી મુજબ ઓનલાઇન ભરવાનું રહેશે.
પગલું 7: બધી માહિતી ભર્યા પછી, તમારે ઓનલાઇન ફોર્મ (કુવરબાઈ નુ મામેરુ યોજના ઓનલાઇન ફોર્મ) સબમિટ કરવાનું રહેશે.
પગલું 8: લાભાર્થીએ ઓનલાઇન અરજી સબમિટ કર્યા પછી, એપ્લિકેશન નંબર જનરેટ થશે જેને સાચવીને રાખવું જોઈએ.
પગલું 9: ઓનલાઇન એપ્લિકેશનના આધારે, તમારે અપલોડ
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ PDF (Kuvarbai Nu Mameru Yojana Form PDF Download)
સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ PDF રૂપે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ અરજીપત્રક અલગ અલગ જ્ઞાતિ માટે પ્રદાન કરવામાં આવ્યા છે. નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા SEBC તથા અન્ય પછાત વર્ગ માટે Kuvarbai Nu Mameru Yojana અરજી ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા SC જ્ઞાતિના કન્યાઓ માટે આ યોજના માટેના અરજીપત્રક બહાર પાડવામાં આવ્યા છે.
FAQs:
કુંવરબાઈ મામેરા યોજનામાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારોમાં 1,20,000/- રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 1,50,000/- રૂપિયા નક્કી કરેલ છે. આ મર્યાદા કન્યાના પિતાની આવક પર આધારીત છે.
આ યોજનાનો લાભ ગુજરાતની કન્યાને તેમના લગ્ન બાદ સહાય તરીકે આપવામાં આવે છે.
કુંવરબાઈ મામેરા યોજનાનો લાભ મેળવવા માટે કન્યાઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. e samaj kalyan ની અધિકૃત વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
જો કન્યાના લગ્ન તા-01/04/2021 પહેલાં થયા હોય, તો 10,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. જ્યારે કન્યાના લગ્ન 01/04/2021 પછી થયા હોય, તો નવા નિયમ મુજબ 12,000 રૂપિયા સહાય કન્યાના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે.
SC, OBC, EWS જેવી વિવિધ જ્ઞાતિઓના લોકો e samaj kalyan પોર્ટલ પરથી આ યોજનાના લાભ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.