Manav Kalyan Yojana: માનવ કલ્યાણ યોજના હેઠળ વ્યવસાયો માટે સહાય કીટ, જુઓ કોને આ યોજનો લાભ મળશે
Manav Kalyan Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિવિધ વર્ગોના આર્થિક લાભને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકી છે, જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના, બાળકો માટે વહાલી દિકરી યોજના, ખેડૂતો માટે ઇ ખેડૂત પોર્ટલ, અને સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે એ સમાજ કલ્યાણ પોર્ટલ. માનવ કલ્યાણ યોજના 2024 માટે પણ ઇ ખેડૂત પોર્ટલ કાર્યરત છે, જેમાં રોજગાર અને પોતાનો ધંધો શરૂ કરવા ટૂલકિટ સહાય આપવામાં આવે છે. આ આર્ટીકલમાં આપણે માનવ કલ્યાણ યોજના ફોર્મ, લાભાર્થીની પાત્રતા, નિયમો અને શરતો વિશે જાણીશું, અને કેવી રીતે ઓનલાઇન અરજી કરવી તે અંગે માહિતી મેળવશું. કયા વ્યવસાયમાં કેટલી સહાય મળે છે, તે અંગેની તમામ માહિતી આ આર્ટીકલ દ્વારા સમજશું.
માનવ કલ્યાણ યોજના 2024 વિશે ટૂંકમાં માહિતી
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2024 |
વિભાગનું નામ | કુટિર અને ગ્રામોધોગ કચેરી ગાંધીનગર |
અરજી ફોર્મ શરુ | 03 જુલાઈ 2024 |
આવક મર્યાદા | રૂ.૬,૦૦,૦૦૦/- સુધી |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | https://e-kutir.gujarat.gov.in/ |
Manav Kalyan Yojana હેઠળ આવરી લેવામાં આવતા વ્યવસાયો:
- કુંભારી કામ 25,000
- દરજીકામ 21,500
- ભરતકામ 20,500
- પેપર કપ તથા પેપર ડીશ બનાવનાર સખીમંડળ માટે 48,000
- વાહન સર્વિસિંગ અને રીપેરીંગ 16,000
- ફ્લોર મીલ 15,000
- મસાલા મિલ 15,000
- ખેતીલક્ષી સુથારી વેલ્ડીંગ કામ 15,000
- પંચર કીટ 15,000
- ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચાણ 15,000
- કડિયા કામ 14,500
- કુમ્હારી કામ ₹14,500
- હેર કટીંગ 14,000
- ઇલેક્ટ્રિક કામ 14,000
- વિવિધ પ્રકારની ફેરી 13,800
- પાપડ બનાવનાર 13,000
- પ્લમ્બર 12,300
- ધોબી કામ 12,500
- અથાણા બનાવનાર 12,000
- બ્યુટી પાર્લર 11,800
- સાવરણી સુપડા બનાવનાર 11,000
- દહી વેચનાર 10,700
- માછલી વેચનાર 10,700
- મોબાઈલ રીપેરીંગ 8,600
- મોચી કામ 5,450
- રસોઈ કામ માટે પ્રેશર કુકર 3,000
- સુથારી કામ 9,300
આ યોજનાનો ઉદ્દેશ્ય:
ગુજરાત સરકારના કમિશનર કુટીર મારફતે માનવ કલ્યાણ યોજનાનો હેતુ છે સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને તથા રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય કીટ પ્રદાન કરવી. માનવ કલ્યાણ યોજના હેઠળ 28 પ્રકારના વિવિધ વ્યવસાયો માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેમ કે ફેરીયા, સિલાઈ કામ કરનાર, સુથાર કામ કરનાર, દરજી કામ કરનાર વગેરે. આ યોજનામાં વિવિધ વ્યવસાયો માટે રૂ. 25,000 સુધીની મફત સાધન સહાય કીટ આપવામાં આવે છે. દર વર્ષે આ યોજનાનો લાભ લેવા માંગતા અરજદારોમાંથી ડ્રો દ્વારા લાભાર્થીઓ પસંદ કરવામાં આવે છે અને તે યાદી જાહેર કરવામાં આવે છે.
પાત્રતા અને માપદંડ:
- અરજદારની ઉંમર 16 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર પાસે BPL કાર્ડ હોવું જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારોની વાર્ષિક આવક રૂ. 1,20,000થી ઓછી હોવી જોઈએ.
- શહેરી વિસ્તારમાં રહેતા અરજદારોની વાર્ષિક આવક રૂ. 1,50,000થી ઓછી હોવી જોઈએ.
આ યોજનાનો હેતુ સક્ષમ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સ્વરોજગારીની તકો ઊભી કરવી છે, જેથી તેઓને આત્મનિર્ભર બનાવવામાં મદદ મળે.
વધુ યોજનાઓ વિશે જાણો
- Smartphone Sahay Yojana: સ્માર્ટફોન સહાય યોજના 2024 (6000 રૂપિયાની સહાય મેળવો)
- Vahali Dikri Yojana: વ્હાલી દીકરી યોજના (દીકરીને મળશે રૂ.1,10,000 ની સહાય)
FAQs: વારંવાર પુછાતા પ્રશ્નો
માનવ કલ્યાણ યોજના એ આર્થિક રીતે પછાત વર્ગોને સશક્ત બનાવવા માટેની એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનામાં, આ વર્ગોના સમુદાયોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ પુરતી આવક મેળવી શકે અને સ્વરોજગાર ઊભો કરી શકે. આ સહાય અંતર્ગત વિનામૂલ્યે વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોની કુટુંબની વાર્ષિક આવક નક્કી કરેલી મર્યાદા હેઠળ હોવી જોઈએ અથવા તેઓ પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ. આ મર્યાદા નીચે મુજબ છે:
ગ્રામ્ય વિસ્તારો માટે: રૂ. 1,20,000
શહેરી વિસ્તારો માટે: રૂ. 1,50,000
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોની વય મર્યાદા 18 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
હા, આ પોર્ટલમાં ગુજરાતી ભાષામાં અરજી કરવા માટે હોમ પેજ પર “ભાષા/લેંગ્વેજ” વિકલ્પ છે. અહીં, ઇંગ્લિશ અને ગુજરાતી બંને વિકલ્પ ઉપલબ્ધ છે, જેમાંથી ગુજરાતી ભાષા પસંદ કરીને અરજી કરી શકાય છે.
ના, દરેક કુટુંબ માટે એક જ વાર ટૂલકીટ મળવા પાત્ર છે.
આ યોજનામાં જુદા જુદા 28 પ્રકારની ટૂલકીટ આપવામાં આવે છે. (ટૂલકીટની યાદી)