namo-saraswati-yojana

Namo Saraswati Yojana: નમો સરસ્વતી યોજના હેઠળ વિદ્યાર્થીને ભણવા માટે મળશે ₹25,000 ની સહાય, આવી રીતે ફોર્મ ભરો

4.5
(35)

ગુજરાત સરકાર દ્વારા આ વર્ષના ગુજરાત બજેટ 2024-25માં નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 જાહેર કરવામાં આવી હતી. આ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સહાય મળશે, જે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે.

આ યોજનાના લાભાર્થી તે વિદ્યાર્થીઓ છે, જેઓ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની માન્યતા ધરાવતી રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે છે.

પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ:

  • ધોરણ-9 અને 10માં રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ.
  • માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 અને 10 પૈકી કોઈ એક ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ.
  • જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. 6 લાખ કે તેથી ઓછી હોય.

આ યોજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ છે, અને તે વિદ્યાર્થીઓના ભવિષ્યને સારા માર્ગે આગળ ધપાવશે.

નમો સરસ્વતી યોજના શું છે? (What is Namo Saraswati Yojana in Gujarati)

નમો સરસ્વતી યોજનાની ઘોષણા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સંસદમાં બજેટ રજૂ કરતી વખતે કરી હતી. આ યોજનામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તરીકે આર્થિક સહાય આપવામાં આવશે. ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનારા વિદ્યાર્થીઓને 10000 રૂપિયા સુધીની સહાય મળશે, જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 15000 રૂપિયાની સહાય મળશે. આમ, કુલ મળી, Namo Saraswati Yojana Gujarat 2024 અંતર્ગત વિજ્ઞાન ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25000 રૂપિયા મળે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.

આયોજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગ માટે મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ ખાસ સ્કોલરશીપ યોજના બજેટમાં જાહેર કરી છે. આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ 25000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. આથી, વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રમાં અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

જો તમે અથવા તમારા બાળકો ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થવા માંગો છો, તો Namo Sarasvati Scholarship Yojana 2024 તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ચાલો, આ યોજનાની વિગત અને તેનો લાભ કેવી રીતે મેળવવો તે જાણીએ.

Key Highlights

યોજનાનું નામનમો સરસ્વતી યોજના
ઘોષણા કરવામાં આવીનાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા
ક્યારે શરૂ થઈ2 ફેબ્રુઆરી, 2024 ના દિવસે
રાજ્યગુજરાત
લાભાર્થીસાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
સ્કોલરશીપ રાશિકુલ 25,000 રૂપિયા
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન અથવા ઓફલાઈન
Official Websitehttps://www.digitalgujarat.gov.in/

નાણાકીય સહાયની રકમ

શ્રેણીયોજનાની સહાયની રકમ
ધોરણ 12 માટેરૂ.15000
ધોરણ 11 માટેરૂ.10000

યોગ્યતાના માપદંડ

  • અરજદાર વિદ્યાર્થીને ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવું આવશ્યક છે.
  • અરજદાર વિદ્યાર્થી 11મું અથવા 12મું ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યો હોવો જોઈએ.
  • અરજદાર વિદ્યાર્થી પાસે પોતાનું બેંક ખાતું હોવું જરૂરી છે.
  • અરજદાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યની માન્યતાપ્રાપ્ત શાળામાં અભ્યાસ કરી રહ્યો હોવો જોઈએ.
  • આ યોજનામાં અરજી કરવા માટે, વિદ્યાર્થી પાસે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ હોવા જોઈએ.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અરજી પ્રક્રિયા | Namo Saraswati Yojana

  • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા તે તે શાળાના નિયમો મુજબ કરવામાં આવશે. આ યોજનામાં વિદ્યાર્થીઓને મળતી સહાયની રકમ સીધા જ વાલીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • પ્રથમ સ્કૂલમાં એક નમો સરસ્વતી પોર્ટલ બનાવવામાં આવશે. ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનના વિદ્યાર્થી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે, જેમાં તેમની પાત્રતાની ચકાસણી કરાશે. જો તેઓ પાત્ર હોવ તો તેમની માહિતી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.
  • આ યોજનામાં અરજી કરવા માટે, વિદ્યાર્થીની શાળામાં હાજરી 80% કે તેથી વધુ હોવી જરૂરી છે. 80%થી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.
  • આ યોજના રીપીટર વિદ્યાર્થીઓને પણ ફાયદો આપશે, પરંતુ તે શાળા માટેના નિયમોનું પાલન કરવાની શરત પર આધારિત રહેશે.
  • વિશેષ રૂપે, જો કોઈ વિદ્યાર્થી અન્ય શિષ્યવૃતિનો લાભ લેતો હોય, તો પણ તે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં અરજી કરી શકે છે અને બંને શિષ્યવૃત્તિઓનો લાભ મેળવી શકે છે.
  • આ યોજનાની તમામ પ્રક્રિયાઓ પોર્ટલ દ્વારા જ સજ્જ થશે, જેથી વિધાર્થીઓને સરળતાથી તમામ માહિતી મળી રહે અને અરજી કરવાની પ્રકિયા સરળ બને.

આ પણ જાણો

ગંગા સ્વરૂપ યોજના ફોર્મ PDF Download – Vidhva Sahay Yojana 2024: ગંગા સ્વરૂપ બહેનોને મળશે 1250/- રૂપિયા દર મહિને (વિધવા સહાય યોજના)

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

Q1. નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 માટે કયા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળશે?

આ યોજનામાં ફક્ત ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે.

Q2. નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 હેઠળ સહાય રકમ કેટલી મળશે?

આ યોજનામાં કુલ રૂ. 25,000/- ની સહાય મળશે.

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.5 / 5. Vote count: 35

No votes so far! Be the first to rate this post.

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *