pandit-din-dayal-upadhyay-awas-yojana

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (2024): Pandit Din Dayal Upadhyay Awas Yojana

4.6
(104)

ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, આદિવાસી જાતિઓ લોકો, વિમુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું પાકું મકાન નથી, અને તેઓ જર્જરિત હાલતમાં છે. તેવા ગરીબ પરિવારોને પોતાનું નવું પાકું મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ આર્થિક રીતે મદદરૂપ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિ (SC)ના આર્થિક ઉત્થાન માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે. ગુજરાત સરકાર દરેક સમાજ પ્રવર્તમાન સમય દરમિયાન સમાજના મુખ્ય પ્રવાહ સાથે દરેક જન સમુદાય જોડાય શકે તે ઉમદા હેતુ અને આશયથી શિક્ષણ, રોજગાર અને આર્થિક સહાય જેવી કે, સાત ફેરા લગ્ન સહાય યોજના, કુંવરબાઈનું મામેરૂ, અનુસૂચિત જાતિ આદર્શ નિવાસી શાળા વિગેરે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ લોંચ કરવામાં આવેલ છે. આજે આ આર્ટીકલ દ્વારા આપણે Pandit Din Dayal Awas Yojana ની વિગતવાર જરૂરી માહિતી મેળવીશું.

Pandit Din Dayal Awas Yojana – Highlights

યોજનાનું નામPandit Din Dayal Awas Yojana
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ખાતાનું નામ/કચેરી નું નામનાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી (જિલ્લા કક્ષાએ)
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાઅનુસૂચિત જાતિ (SC) કેટેગરી
મળવાપાત્ર સહાયરૂ. 1,20,000/- (ત્રણ હપ્તામાં)
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?અનુસૂચિત જાતિ (SC)
અરજી પ્રક્રિયાઓનલાઈન
Official Websitehttps://esamajkalyan.gujarat.gov.in
 ઓનલાઈન અરજી કઇ રીતે કરવીClick Here

Pandit Din Dayal Upadhyay Awas Yojana: જરૂરી દસ્તાવેજો

  1. અરજદારની જાતિનો દાખલો
  2. આવકનો દાખલો
  3. બેંક ખાતાની પાસબુક / કેન્સલ ચેક
  4. પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો)
  5. મુલકાતીનો તાજેતરનો પાસપોસ સાઈઝનો ફોટો
  6. ગણપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે મકાન સહાય મંજુર કરવા માટે આપવાનું પ્રમાણપત્ર
  7. વિધવા અંગેનું પ્રમાણપત્ર (જો વિધવા હોય તો)
  8. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  9. જમીન માલિકીનું આધાર કે ડોક્યુમેન્‍ટ
  10. રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળીનું બિલ/ લાઈસન્સ/ ભાડાકરાર/ ચૂંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે.)
  11. આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી. પરંતુ જો શિક્ષિત હોય તો લીવીંગ સર્ટીફીકેટ (L.C) રજૂ કરવાનું રહેશે.
  12. BPL નો દાખલો (હોય તો)
  13. મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  14. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કઈ રીતે મેળવી શકાય?

આ યોજનાનો લાભ મેળવવા માંગતા ફાયદાકારકને ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ.
આ યોજનાનો લાભ મેળવવા માંગતા ફાયદાકારકને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, ગરીબ પરિવાર, અને વિચરતી/વિમુકત જનજાતિના હોવા જોઈએ.
લાભાર્થી પાસે પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
લાભાર્થી અથવા તેમના પરિવારના કોઈપણ સભ્યના નામે પાકું મકાન અથવા પ્લોટ ન હોવો જોઈએ. જો પાકું મકાન કે પ્લોટ હોય, તો તેવા લોકો આ યોજનાનો લાભ લેવા પાત્ર ગણાશે નહીં.
ગામડાના (ગ્રામ્ય) વિસ્તારોના લાભાર્થીઓ માટે, પરિવારની વાર્ષિક આવક રૂ. 1.20 લાખથી વધુ ન હોવી જોઈએ. જો આવક તેના કરતાં વધુ હોય, તો તેઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર ગણાશે નહીં.
શહેરના (શહેરી) વિસ્તારોના લાભાર્થીઓ માટે, પરિવારની વાર્ષિક આવક રૂ. 1.50 લાખથી વધુ ન હોવી જોઈએ. જો આવક તેના કરતાં વધુ હોય, તો તેઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર ગણાશે નહીં.
લાભાર્થીના પરિવારના કોઈપણ સભ્ય સરકારી અધિકારી ન હોવા જોઈએ.
બી.પી.એલ (BPL) કાર્ડ ધરાવનારા ફાયદાકારકોને આ યોજનામાં પ્રાધાન્ય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય માહિતી અને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવી જરૂરી છે.

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો મુખ્ય હેતુ

આ યોજના એટલે કે દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના દરમ્યાન મકાન માટે રૂ.1,20,000 ની સહાય મેળવવા માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરાઈ છે. હાલમાં, સમાજ કલ્યાણ કચેરીમાં અરજીઓની ચકાસણી થઈ રહી છે, અને જો અરજીના દસ્તાવેજો અધૂરા હોય, તો 10 દિવસમાં પૂરું કરીને મોકલવા કહેવામાં આવે છે. ચકાસણી પછી, સ્થળ તપાસ કરવામાં આવે છે અને તમામ માન્ય લાભાર્થીઓની યાદી ગાંધીનગર મોકલવામાં આવે છે. તેમાં વિધવા અને અગત્યના લાભાર્થીઓને પ્રથમ મોકો આપ્યા બાદ, લક્ષ્યાંક પ્રમાણે ડ્રો કરવામાં આવે છે. પાસ થયેલા લાભાર્થીઓને પ્રથમ રૂ. 40,000 નો હપ્તો અને બીજા હપ્તા તરીકે રૂ. 60,000 અડધા મકાન બનાવ્યા પછી મળવા પાત્ર છે.

અંતમાં, મકાનની તમામ કામગીરી પૂર્ણ કર્યા પછી અને શૌચાલય ન હોય તો તે બનાવી, મકાનની તકતી લગાડ્યા પછી રૂ. 20,000 નો અંતિમ હપ્તો મળે છે. પહેલો હપ્તો મળ્યા પછી બે વર્ષમાં મકાનની તમામ કામગીરી પૂર્ણ કરવાની હોય છે.

લાભાર્થીઓની પાત્રતા

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 નો લાભ કોણ લઇ શકે છે, તે માટે કેટલીક પાત્રતાઓ નક્કી કરવામાં આવી છે. તેમની નીચે મુજબ માહિતી આપવામાં આવી છે:

  • આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ મૂળ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અથવા વિચરતી વિમુક્ત જાતિમાંથી હોવો જોઈએ.
  • આ યોજનાના લાભ માટે વ્યક્તિ પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન હોવું જોઈએ.
  • જો કોઈને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવ્યો હોય, તો તે પાત્ર ગણાશે.
  • લાભાર્થીના પરિવારમાં બીજું મકાન કે પ્લોટ ન હોવું જોઈએ.
  • ગ્રામીણ વિસ્તારના લાભાર્થી માટે વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારના લાભાર્થી માટે વાર્ષિક આવક રૂ. 1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદારના ઘરમાં કોઈ સરકારી નોકરીમાં ન હોવું જોઈએ.
  • BPL કાર્ડ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે.

વધુ વાંચો:-

Flour Mill Sahay Yojana: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે

FAQs: વારંવાર પૂછાતા પ્રશ્નો

Q1. પંડિત દીનદયાળ આવાસ યોજના માટે કઈ કચેરીમાં સંપર્ક કરવો જોઈએ?

Ans. પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભ માટે નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ (સમાજ કલ્યાણ)ની કચેરીમાં સંપર્ક કરવો પડે છે.

Q2. પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે?

Ans. આ યોજના હેઠળ વાર્ષિક આવક મર્યાદા રૂ. 6,00,000/- નક્કી કરવામાં આવી છે.

Q3. પંડિત દીનદયાળ યોજના હેઠળ અનુસૂચિત જાતિ કેટેગરી સિવાયની કઈ કેટેગરીના લોકોને લાભ મળી શકે છે?

Ans. હા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, વિચરતી વિમુકત જાતિ, આર્થિક પછાતવર્ગના લોકો, જેમની પાસે પોતાની માલિકીની જમીન છે, તે લોકોને ગામડાં અને શહેરમાં મકાન બાંધવા માટે રૂ. 1,20,000/-ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.6 / 5. Vote count: 104

No votes so far! Be the first to rate this post.

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *