PM Home Loan Subsidy Yojana 2024: ઘર બનાવવા માટે મળશે 10 થી 50 લાખની લોન, જાણો કેવી રીતે અરજી કરવી
PM Home Loan Subsidy Yojana: કેન્દ્રીય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં ઓછી આવક ધરાવતા નાગરિકો માટે પીએમ હોમ લોન વ્યાજ સબસિડી યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના ખાસ કરીને એવા નાગરિકો માટે છે, જે શહેરી વિસ્તારોમાં ભાડાના મકાનો અથવા ઝૂંપડપટ્ટીમાં રહે છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના પ્રસ્તાવને નાણાં સમિતિએ મંજૂરી આપી દીધી છે, જે આ સપ્તાહે મળી છે. હવે આ પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ, આ યોજના આગામી પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવશે. સરકાર ટૂંક સમયમાં આ યોજનાની સંપૂર્ણ વિગતો જાહેર કરશે.
આ યોજનામાં, શહેરી વિસ્તારોમાં ભાડાના મકાનો અથવા ઝૂંપડામાં રહેતા ગરીબ લોકોને હોમ લોન પર વ્યાજ સબસિડી મળશે, જે 3% થી 6.5% સુધી હોઈ શકે છે. આ સબસિડી સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થશે. જો તમે પણ પ્રધાનમંત્રી હોમ લોન વ્યાજ સબસિડી યોજનાનો લાભ લેવા માંગતા હો, તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. આ લેખના આગળના ભાગમાં, અમે પીએમ હોમ લોન વ્યાજ સબસિડી યોજનાના લક્ષણો, લાભો, ઉદ્દેશ્યો, પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપીશું.
પીએમ હોમ લોન સબસિડી યોજના વિશે ટૂંકમાં માહિતી
યોજનાનું નામ | પીએમ હોમ લોન યોજના |
કોના દ્વારા શરૂ થઈ | કેન્દ્ર સરકાર દ્વારા |
વર્તમાન વર્ષ | 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://pmaymis.gov.in/ |
પીએમ હોમ લોન સબસિડી યોજનાના ફાયદા અને વિગત | PM Home Loan Subsidy Yojana 2024
આ યોજનામાં, ભાડાના મકાનો અથવા ઝૂંપડામાં રહેતા નાગરિકોને હોમ લોન પર વ્યાજ સબસિડી મળશે. આ યોજનામાં લાભાર્થી નાગરિકો 20 વર્ષ સુધી માટે રૂ. 50 લાખ સુધીની હોમ લોન મેળવી શકશે, જેના પર 3% થી 6.5% સુધીની વ્યાજ સબવેન્શન મળશે. આ યોજનામાં દર વર્ષે લાભાર્થીને વ્યાજ સબસિડી મળશે અને આ યોજનાનો લાભ 25 લાખ નાગરિકો સુધી પહોંચાડવાનો છે.
આ યોજનાના સંચાલન માટે, સરકારે અંદાજે રૂ. 60,000 કરોડના ખર્ચનો અંદાજ લગાવ્યો છે. પીએમ હોમ લોન સબસિડી યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઓછી આવક ધરાવતા નાગરિકોને પોસાય તેવા ભાવે મકાન ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી ઝૂંપડપટ્ટીમાં રહેતા નાગરિકોનો જીવનમાનું સુધારો કરી શકાય. હાલ, આ યોજના ક્યારે લાગુ થશે તે સ્પષ્ટ નથી, પરંતુ કેબિનેટની મંજૂરી મળતાની સાથે જ આ યોજના શહેરી વિસ્તારોમાં લાગુ થશે અને તમામ પાત્ર નાગરિકો તેનો લાભ લઈ શકશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે યોગ્યતા માપદંડ:
- અરજદારને પોતાનું મકાન હોવું આવશ્યક છે.
- અરજદારના કુટુંબના કોઈપણ સભ્યને સમગ્ર ભારતમાં કોઇ પાકું મકાન ન હોવું જોઈએ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹3 લાખથી વધુ ન હોવી જોઈએ.
- અરજદારએ અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા ભારત સરકારની અન્ય કોઈપણ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી:
- જમીન માલિકીના પુરાવા (મકાન માલિકીના દસ્તાવેજોની નકલ, શહેર સર્વે પ્રોપર્ટી કાર્ડ, 7/12 ની નકલ).
- અરજદારના કુટુંબની વાર્ષિક આવકનો દાખલો મામલતદાર અથવા તલાટી દ્વારા જારી કરેલો (ત્રણ લાખથી ઓછી આવક દર્શાવતો).
- અરજદારના કુટુંબના કોઈપણ સભ્યને ભારતમાં કોઇપણ જગ્યાએ પાકું મકાન ન હોવાના માટે ₹50નું સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ કરેલું સોગંદનામુ.
- કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડની નકલ.
- મતદાન કાર્ડની નકલ.
- બેંક પાસબુક અને રદ કરેલી ચેકની નકલ.
- રહેઠાણના ફટોના સાથે લાભાર્થીનો ફોટો.
- લાભાર્થીના પાસપોર્ટ સાઇઝના ફોટા.
- સંયુક્ત માલિકીના જમીનના અન્ય માલિકો દ્વારા નોટરાઈઝ કરેલો ₹50ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિપત્ર.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત હેલ્પલાઇન નંબર
જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી છે અને તમને કોઈ પ્રશ્ન થાય અથવા સબસીડીમાં કોઈ મુશ્કેલી આવે, તો પ્રથમ તમારી હોમ લોનની બેંક સાથે સીધો સંપર્ક કરવો યોગ્ય રહેશે. જો ત્યાંથી સમસ્યાનો ઉકેલ ના મળે તો, ભારત સરકાર દ્વારા નીચેના હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ નંબર પર સંપર્ક કરીને તમે જરૂરી માર્ગદર્શન મેળવી શકો છો.
હેલ્પલાઇન નંબર:
- 011-23060484
- 011-23063620
પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સત્તાવાર વેબસાઇટ પર જાઓ: સૌ પ્રથમ PMAY ની સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/ ખોલો.
- સિટીઝન એસેસ્મેન્ટ પસંદ કરો: મુખ્ય પેજ પર ‘Citizen Assessment’ વિકલ્પ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘Apply Online’ પસંદ કરો. અહીં ચાર વિકલ્પો દેખાશે, જેમના પરથી તમારી જરૂરિયાત મુજબ વિકલ્પ પસંદ કરો.
- ISSR વિકલ્પ પસંદ કરો: PMAY 2024 હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે ‘In Situ Slum Redevelopment (ISSR)’ વિકલ્પ પસંદ કરો.
- વિગતો દાખલ કરો: આગળના પેજ પર આધાર નંબર અને નામ દાખલ કરો. માહિતી દાખલ કર્યા પછી ‘Check’ બટન પર ક્લિક કરીને તમારા આધારના વિગત ચકાસો.
- ફોર્મ ભરો: નવા પેજ પર ‘Format A’ નામના ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરવી પડે છે. દરેક કૉલમ કાળજીપૂર્વક ભરો, જેમાં તમારું રાજ્ય, સરનામું અને અન્ય જરૂરી માહિતી સમાવવી જરૂરી છે.
- સબમિટ કરો: તમામ વિગતો ભર્યા પછી કેપ્ચા દાખલ કરો અને ‘સબમિટ’ બટન પર ક્લિક કરો. આ પ્રક્રિયા પૂર્ણ થવાથી તમારી PMAY 2024 માટેની ઓનલાઈન અરજી પૂર્ણ થાય છે.
વધુ જાણો:
નોંધ:
પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 હેઠળ માહિતી ભરીને તમારે દરેક પગલું કાળજીપૂર્વક પુરૂં કરવું જોઈએ. જો તમને કોઈ સમસ્યા આવે તો, ઉપર આપેલા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો.