Tabela Loan Yojana 2024: તબેલા લોન યોજના હેઠળ મળશે 4 લાખની લોન, ક્યા ક્યા ડોક્યુમેન્ટ જરૂર પડશે અને કેવી રીતે અરજી કરવી
ગુજરાતના અને દેશના ખેડૂતોએ હવે ખેતીની સાથે પશુપાલનનું વ્યવસાય પણ શરૂ કર્યું છે. ખાસ કરીને ગુજરાતમાં ડેરી ક્ષેત્રનો વિકાસ એવો થયો છે કે પશુપાલનની પ્રવૃત્તિ ખુબ જ વધરી ગઈ છે. પશુપાલન માટેની સારી સુવિધા ઉપલબ્ધ કરવા માટે ગુજરાત સરકારએ તબેલો બનાવવાના વ્યવસાહ માટે “તબેલો લોન યોજના” શરૂ કરી છે.
આ યોજના કુદરતી આફતો, શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી, અને ચોમાશામાં વરસાદથી થતા નુકસાનને કારણે પશુઓ માટે તબેલો બનાવવામાં આવે છે. આથી, ખેડૂતોને પશુપાલન માટે વધુ સગવડતા મળશે અને તેઓ તેમના પશુઓની સારી રીતે દેખરેખ રાખી શકશે.
તબેલા લોન યોજના માટે પાત્રતા:
Tabela Loan Yojana 2023 માટેની પાત્રતા અને લાયકાતની માહિતી નીચે આપેલી છે:
- આદિજાતિનો પ્રમાણપત્ર: લાભાર્થી પાસે આદિજાતિનો પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- ઉંમર મર્યાદા: અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછું ન હોવું જોઈએ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- થી વધારે ન હોવી જોઈએ. શહેરી વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓ માટે આ આવક 1,50,000/- ની મર્યાદા છે.
- આધારકાર્ડ: લાભાર્થી પાસે માન્ય આધારકાર્ડ હોવું આવશ્યક છે.
- ચૂંટણી કાર્ડ: લાભાર્થી પાસે માન્ય ચૂંટણી કાર્ડ હોવું જોઈએ.
- રહેવાસીતા: અરજદારને ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
- તબેલા હેતુ માટેની જાણકારી: તબેલાના ધંધા અથવા રોજગાર માટે લોનની માંગણી કરેલ હોવી જોઈએ.
- તબેલા ચલાવવાની જાણકારી: તબેલા ચલાવવાના અનુભવ અથવા તાલીમ હોવી જોઈએ.
- પશુ પાળવાની માહિતી: ઓછામાં ઓછું 1 કે 2 દૂધાળાં પશુ પાળેલા હોવા જોઈએ.
- કાર્યનો અનુભવ: દૂધ મંડળીમાં સભ્ય હોવો અને કામ કરવાની જાણકારી હોવી જોઈએ.
- દૂધ ભરવાની પાસબુક: છેલ્લાં 12 મહિનામાં દૂધ મંડળીમાં દૂધ ભરેલા હોવાનો દાખલો આપવા માટે પાસબુક રજૂ કરવી પડશે.
- પ્રમાણપત્ર: તાલીમ અથવા અનુભવ અંગે આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે.
- IDDP યોજના લાભ: કુટુંબના કોઈપણ સભ્યએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ન હોવો જોઈએ.
- પશુ સેવા: અરજદારને ગાય અને ભેંસને સેવા માટે આવડવું જોઈએ.
તબેલા લોન યોજનામાં વ્યાજદર અને ફાળો:
Tabela Loan Scheme હેઠળ કેટલીક મહત્ત્વની માહિતી આ પ્રમાણે છે:
- લોનની રકમ: લાભાર્થીને 4 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે.
- ફાળો: આ લોન માટે લાભાર્થીએ કુલ લોનની 10% રકમ ફાળો તરીકે આપવો પડશે.
- વ્યાજદર: લોન પર વાર્ષિક 4% વ્યાજ લાગુ થાય છે, જે Tabela Loan Subsidy પ્રમાણે છે.
- દંડ: લોનની પરત ચુકવણીમાં વિલંબ થવા પર 2% દંડ લાગુ થશે.
- ભરપાઈની અવધિ: લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તાઓમાં કરવી પડશે.
- અગ્રિમ ચુકવણી: જો લાભાર્થી પાસે સુવિધા હોય, તો લોન લેવામાં આવેલા સમય કરતાં પહેલાં પણ લોનની પુર્ણ ચુકવણી કરી શકાય છે.
તબેલા લોન યોજનામાં અરજી માટેની જરૂરી ડોક્યુમેન્ટસ:
- આધાર કાર્ડની નકલ
- રેશનકાર્ડની નકલ
- અનુસુચિત જનજાતિ પ્રમાણપત્ર
- લાભાર્થીએ રજૂ કરેલા મિલકતના પુરાવા માટે મકાનના દસ્તાવેજ
- જો અરજી કરનાર વ્યક્તિએ જામીનદાર તરીકે રજૂ કરેલા મિલકત અંગેનો સરકાર દ્વારા માન્ય વેલ્યુએશન રિપોર્ટ
- જો અરજી કરનાર વ્યક્તિએ બે જામીનદારો તરીકે રજૂ કરેલા મિલકત અંગેનો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
- જમીનદારો દ્વારા રૂપિયાનું સ્ટેમ્પ લગાવીને એફિડેવિટ કરેલું સોગંદનામું
- પાસબુકની નકલ
તબેલા લોન યોજના 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:
આદિજાતિ વિભાગે અનુસુચિત જનજાતિના લોકોના વિકાસ અને સ્વરોજગારીને વધારવા માટે અનેક લોન યોજનાઓ શરૂ કરી છે. S.T. જાતિના નાગરિકોને તબેલા માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે, તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરુવું પડશે. અહીં છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે અંગેની પગલાંવાર માહિતી:
- Adijati Nigam Gujarat વેબસાઇટ પર જાઓ.
- હોમ પેજ પર “Apply for Loan” નામનું બટન જોવા મળશે, તેનું ક્લિક કરો.
- હવે “Gujarat Tribal Development Corporation” નામનો પેજ ખૂલે છે.
- જો આ પેજ પર તમે પ્રથમ વખત લોન માટે અરજી કરી રહ્યા છો, તો “Sign Up” બટન પર ક્લિક કરો.
- હવે તમારે વ્યક્તિગત માહિતી ભરવી પડશે જેથી તમારું પર્સનલ આઈડી બનાવી શકાય.
- તમામ માહિતી પૂરી કર્યા પછી, કેપ્ચા કોડ દાખલ કરો અને “Sign Up” બટન પર ક્લિક કરો.
આ રીતે તમે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો છો.