Tractor Sahay Yojana 2024: ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 60,000/- ની સબસીડી મળશે
ખેતી માટે સૌથી ઉપયોગી સાધન એટલે ટ્રેક્ટર. હવે, ખેડૂતો ખેતીમાં નવી તકનીકો અને પદ્ધતિઓ અપનાવી રહ્યા છે અને વિવિધ સાધનોનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છે. આ કારણે, ગુજરાત સરકારે ટ્રેક્ટર સહાય યોજના અમલમાં મૂકી છે જેથી ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળી રહે.
ટ્રેક્ટરનો ઉપયોગ ખેતીને વધુ ઝડપી અને સરળ બનાવે છે. દરેક ખેડૂતનું સપનું હોય છે કે તે પોતાનું ટ્રેક્ટર ખરીદે અને ખેત ઉત્પાદનમાં વધારો કરે. આર્થિક મુશ્કેલીઓના કારણે, ઘણા ખેડૂતો ટ્રેક્ટર ખરીદી શકતા નથી. આ સમસ્યાને હલ કરવા માટે સરકાર ટ્રેક્ટર સહાય યોજના દ્વારા આર્થિક સહાય પૂરી પાડે છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતો સરળતાથી અને ઝડપથી પોતાની ખેત ઉત્પાદનમાં વધારો કરે અને વધુ આવક મેળવે. આ યોજનામાં, સરકાર આર્થિક રીતે પછાત ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે સબસીડી રૂપે સહાય પૂરી પાડે છે, જેથી તેઓ પોતાની ખેતી સુધારી શકે અને વધુ ઉત્પાદન મેળવી શકે.
ટ્રેક્ટર સહાય યોજના: Highlights
યોજનાનું નામ | ટ્રેક્ટર સહાય યોજના 2024 |
ઉદ્દેશ | ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની ખરીદી પર સબસીડી |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતોને |
સહાયની રકમ-1 | નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે |
સહાયની રકમ-2 | જનરલ અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 40 % અથવા 45,000/- બે માંથી જે ઓછું હોય તે |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી પુરાવા
આ યોજનાનો લાભ મેળવવા માટે, તમારે નીચેના પુરાવાઓ રજૂ કરવા પડશે:
- ફોટો
- આધારકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- રાશનકાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- વાહન ચલાવવાનું પાકું લાઇસન્સ
- અન્ય જરૂરી દસ્તાવેજો
ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ
ટ્રેક્ટર સબસિડી સહાય યોજના 2023 માટે ઓનલાઈન અરજી કરવી પડે છે. આ યોજના સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ખરીદી પર સબસિડી આપવામાં આવે છે, જેનાથી તેઓ ખેતીની કામગીરી વધુ ઝડપથી અને અસરકારક રીતે કરી શકે.
ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે?
મિત્રો, જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો, તો નીચેની શરતો અનુસરવી પડશે:
- અરજદાર આદિજાતિનો હોવો જોઈએ.
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષ હોવી જોઈએ.
- અરજદાર પાસે વાહન ચલાવવાનું પાકું લાઇસન્સ હોવું જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયા કરતાં ઓછી અને શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક 1,50,000 રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ.
ટ્રેક્ટર સબસીડી માટે કેવી રીતે અરજી કરવી?
ટ્રેક્ટર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતોને i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવી જરૂરી છે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તેઓ ઘેર બેઠા પણ ફોર્મ ભરી શકે છે.
અરજી પ્રક્રિયા:
- i-ખેડૂતની વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ ખોલો.
- વેબસાઇટ ખોલ્યા બાદ “યોજના” વિકલ્પ પર ક્લિક કરો.
- “યોજના” પર ક્લિક કર્યા બાદ “બાગાયતી ની યોજનાઓ” ખોલો.
- ત્યાર બાદ ક્રમ નંબર-17 “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” વિકલ્પ પસંદ કરો.
- “ટ્રેક્ટર 20 PTO HP” યોજનામાં “અરજી કરો” પર ક્લિક કરીને આગળ વધો.
- “જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો?” તે વિકલ્પમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો “હા” અને નહોતું કર્યું હોય તો “ના” પસંદ કરો.
- જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર દાખલ કરો અને Captcha નાખીને આગળ વધો.
- જો રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો “ના” પસંદ કરીને નવી ઓનલાઈન અરજી કરો.
- અરજીની માહિતી ભર્યા બાદ “સેવ” કરો અને વિગતો ચકાસી “કન્ફર્મ” કરો.
- એકવાર અરજી કન્ફર્મ થયે પછી તેમાં કોઈ ફેરફાર શક્ય નથી, તેથી નોંધ રાખો.
- અરજી કન્ફર્મ કર્યા બાદ, પ્રિન્ટ કાઢી શકો છો.
આ રીતે, તમે ટ્રેક્ટર સહાય યોજના હેઠળ સરળતાથી સબસીડી માટે અરજી કરી શકો છો.
આ પણ વાંચો:-
Smartphone Sahay Yojana: સ્માર્ટફોન સહાય યોજના (6000 રૂપિયાની સહાય મેળવો)
ગુજરાત ટ્રેક્ટર સબસિડી યોજના હેઠળ મળનાર સહાય
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે વર્ગો અનુસાર સબસિડી સહાય આપવામાં આવે છે.
વર્ગ | સબસિડી સહાય |
---|---|
નાના ખેડૂતો, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને મહિલા ખેડૂત | કુલ ખર્ચના 50% અથવા ₹60,000/- (જે ઓછી હોય તે) |
જનરલ તથા અન્ય વર્ગના ખેડૂત | કુલ ખર્ચના 40% અથવા ₹45,000/- (જે ઓછી હોય તે) |
ટ્રેક્ટર સબસિડી માટે અરજી કરવા, ખેડૂતોને તેમના જિલ્લાના કૃષિ અધિકારી અથવા સ્થાનિક કૃષિ વિસ્તાર કેન્દ્ર સંપર્ક કરવો જરૂરી છે. વધુમાં, સબસિડી મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, જેમ કે જમીનની પાવતી, આઈડી પુરાવો અને ટ્રેક્ટર ખરીદીના બિલ પ્રદાન કરવાં પડશે.