vahali-dikri-yojana

Vahali Dikri Yojana 2024: વ્હાલી દીકરી યોજના (દીકરીને મળશે રૂ.1,10,000 ની સહાય)

4.2
(66)

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓ માટે અનેક યોજનાઓ અમલમાં છે. ઉદાહરણ તરીકે, કેન્દ્ર સરકારે બેટી બચાવો બેટી પઢાવો અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓ શરૂ કરી છે. ગુજરાત સરકારે મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (મહિલા અને બાળ વિકાસ વિભાગ) ની સ્થાપના કરી છે. આ વિભાગ દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમ કે, વિધવા સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપે આર્થિક પુનલગ્ન યોજના તેમજ મહિલાઓની સુરક્ષા માટે 181 મહિલા અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર, અને સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન જેવી વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ બ્લોગમાં, અમે વ્હાલી દિકરી યોજનાની વિગતવાર માહિતી મેળવશું.

વ્હાલી દીકરી યોજના 2024 વિશે ટૂંકમાં માહિતી

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના 2024
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્રમહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ
યોજનાનો હેતુઆ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
કોણે લાભ મળે?ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
મળવાપાત્ર સહાયદીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવી?Online (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ)
અરજી ક્યાં કરવી?લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર તથા જનસેવા કેન્‍દ્રમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.

વ્હાલી દિકરી યોજના માટે કેવી રીતે અરજી કરવી

ગ્રામ્ય વિસ્તાર:

  1. જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવ, તો તમારે VCE (Village Computer Entrepreneur) ની મુલાકાત લેવી પડશે.
  2. VCE તમારા દસ્તાવેજોની ચકાસણી કરશે અને ફોર્મ ની ચકાસણી કર્યા પછી, તે ઓનલાઈન અરજી કરશે.
  3. ફોર્મ ભરાય ગયા પછી અને ઓનલાઈન અરજી કર્યા પછી, VCE તમને રીસીપ્ટ આપશે. આ રીસીપ્ટ સાચવી રાખવી મહત્વપૂર્ણ છે.

શહેરી વિસ્તાર:

  1. જો દીકરી શહેરી વિસ્તારમાં રહેતી હોય, તો મામલતદાર કચેરીના તાલુકા ઓપરેટર સાથે સંપર્ક કરવો પડશે.
  2. મહાલતદાર કચેરીના તાલુકા ઓપરેટર ફોર્મ અને દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી ઓનલાઈન અરજી કરશે.
  3. અરજી કર્યા બાદ, ઓપરેટર તમને રીસીપ્ટ આપશે, જે સાચવી રાખવી જરૂરી છે.

વ્હાલી દિકરી યોજના માટેનું ફોર્મ ક્યાંથી મેળવી શકાશે

  1. ગ્રામ્ય વિસ્તાર: તમારા ગામમાં ઉપલબ્ધ કોમ્પ્યુટર અને ઓનલાઈન ફોર્મ ભરનાર વ્યક્તિ પાસેથી ફોર્મ મેળવી શકાશે.
  2. તાલુકા કક્ષાએ: મામલતદાર કચેરીમાં વિધવા સહાય યોજના માટેના કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ મેળવી શકાય છે.
  3. જિલ્લા કક્ષાએ: જિલ્લા સ્તરે, મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી વિનામૂલ્યે વ્હાલી દિકરી યોજના માટેનું ફોર્મ મેળવી શકાય છે.
DetailInformation
વ્હાલી દીકરી યોજના ફોર્મ ડાઉનલોડડાઉનલોડ
હેલ્પલાઇન નંબર079-232-57942

વહાલી દીકરી યોજના હેઠળ કુલ કેટલી સહાય મળે છે?

આ યોજના હેઠળ દીકરીઓને કુલ ત્રણ હપ્તામાં સહાય આપવામાં આવે છે. કુલ રકમ ₹1,10,000 ત્રણ હપ્તાઓમાં વિતરણ થાય છે:

પ્રથમ હપ્તો:

પ્રાથમિક શાળાના પ્રથમ ધોરણમાં પ્રવેશ કરતી દીકરીને 4,000 રૂપિયા આપવામાં આવે છે.

બીજો હપ્તો:

માધ્યમિક શાળાના 9મા ધોરણમાં પ્રવેશ કરતી દીકરીને 6,000 રૂપિયા મળે છે.

ત્રીજો હપ્તો:

જ્યારે દીકરી 18 વર્ષની થાય છે, ત્યારે તે ઉચ્ચ અભ્યાસ અથવા લગ્ન માટે 1,00,000 રૂપિયા પ્રાપ્ત કરી શકે છે.

આ ઉપરાંત, જો દીકરી પ્રથમ બે હપ્તા લીધા પછી મૃત્યુ પામે છે, તો ત્રીજો હપ્તો તેને આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો:-

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | E Samaj Kalyan Yojana Registration Apply Online

Vahali Dikri Yojana Documents List 2024

  1. દીકરીનું જન્મનો દાખલો
  2. માતા-પિતાના આધાર કાર્ડ
  3. માતા-પિતાનું રેશનીંગ કાર્ડ
  4. પિતાનો આવકનો દાખલો
  5. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
  6. માતા-પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર
  7. માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
  8. દીકરીનું આધારકાર્ડ (હોય તો)
  9. નિયત નમૂનામાં વાલી દિકરી યોજના નું સક્ષમ અધિકારી પાસે કરાવેલ માતા-પિતાનું સોગંધનામુ

વ્હાલી દિકરી યોજનાના મુખ્ય લાભો

  • આર્થિક સહાય: દીકરીના જન્મ સમયે, શિક્ષણ માટે અને લગ્ન સમયે નાણાકીય સહાય આપવામાં આવે છે.
  • શિક્ષણ પ્રોત્સાહન: દીકરીઓના શિક્ષણ માટે જરૂરી ખર્ચો અને ટેકાનો આપો.
  • સુરક્ષા: મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે વિવિધ યંત્રણાઓ અમલમાં મૂકી છે.

FAQs: વારંવાર પૂછાતા પ્રશ્નો

Q1. Vahali Dikri Yojana Application Status Check Online કેવી રીતે કરી શકાય?

જવાબ: વ્હાલી દીકરી યોજનાની એપ્લિકેશન સ્ટેટસ ચકાસવા માટે, તમારે તમારા જીલ્લાની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીમાં જવું પડશે. કચેરીના અધિકારીઓ આપના અરજીની સ્થિતિ વિશે માહિતી પૂરી પાડશે.

Q2. વ્હાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે?

જવાબ: વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય હેતુ દિકરીના જન્મને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના દિકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ દર ઘટાડવા, બાળ લગ્નો અટકાવવા અને સમાજમાં સ્ત્રીઓનું સ્થાન મજબૂત બનાવવા માટે બનાવવામાં આવી છે. આ યોજનાથી દિકરીઓને સમાન અવસર મળવા સાથે તેમની વિકાસ માટેનું માળખું પણ પ્રદાન થાય છે.

Q3. શું Vahali Dikari Yojana Online અરજી કરી શકાશે?

જવાબ: હા, નવા સુધારા ઠરાવ મુજબ વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે. આ પ્રક્રિયા થકી, લાભાર્થીઓ સરળતાથી પોતાનું ફોર્મ ભરી શકે છે અને યોજના માટે અરજી કરી શકે છે.

Q4. વ્હાલી દીકરી યોજના સોગંદનામું આપવાનું હોય છે કે કેમ?

જવાબ: સરકારશ્રીના નવા ઠરાવ મુજબ, આ યોજના માટે હવે સોગંદનામું આપવાની જરૂર નથી. અરજદારો હવે સ્વ-ઘોષણા પત્ર આપી શકે છે, જે સરળ અને ઝડપી પ્રક્રિયા છે.

Q5. વ્હાલી દીકરી યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે?

જવાબ: આ યોજનાનો લાભ મેળવવા માટે, લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અથવા તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતા ઓપરેટર પાસે અરજી કરી શકશે. આ અધિકારી તમારી અરજીની તપાસ કરીને તમારે સહી કરાવશે.

Q6. વ્હાલી દીકરી યોજનામાં એક દંપતિની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે?

જવાબ: આ યોજનામાં દંપતિની પ્રથમ ત્રણ જીવિત સંતાનમાંની તમામ દીકરીઓને લાભ મેળવવાનો અધિકાર રહેશે. આ યોજનાથી, દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અર્થસહાય પૂરી પાડવામાં આવે છે.

અંતિમ શબ્દ

વ્હાલી દિકરી યોજના દીકરીઓને સશક્ત બનાવવામાં અને તેમની સુરક્ષા, શિક્ષણ અને આર્થિક સહાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ યોજનાથી લાભ મેળવવા માટે યોગ્ય રીતે અને સમયસર અરજી કરવી જરૂરી છે.

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.2 / 5. Vote count: 66

No votes so far! Be the first to rate this post.

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *